સરનામું એક શરમનું

0
સરનામું એક શરમનું
જરુર વાચો ને વંચાવો
એક ખૂબ અમીર ઘર અને એક ખુબ ગરીબ પર આજુબાજુમાં રહેતાં હતાં.

એક દિવસ ગરીબ ઘરના બહેન, અમીરબહેન પાસેથી થોડીક ખાંડ ઉછીની લેવા ગયાં.

અમીર ઘરના બહેને તેને ઉછીની ખાંડ આપી દીધી.

બીજા દિવસે અમીર ઘરના બહેન, એ ગરીબના ઘરે મીઠુ (નમક) ઉછીનું લેવા ગયાં. ગરીબ ઘરના બહેને મીઠું આપી દીધું.

એ જોઈને અમીર બહેનના પતિએ શાંતિથી પોતાની પત્નિને પૂછ્યું કે, મીઠું હોવા છતાં તેં મીઠું કેમ ઉછીનું લીધું ?

હવે અમીર બહેનનો જવાબ ધ્યાનથી સાંભળજો...

અમીર બહેને જવાબ આપ્યો કે, એ લોકો ગરીબ છે એટલે એની પાસે બીજું કંઈ ન હોય, પણ મીઠું તો હોય જ; એટલે એમને એમ થાય કે અમીરને પણ ગરીબની કયારેક જરૂર પડે છે, જેથી બીજીવાર એ લોકોને કંઈ પણ જોઇતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ન લાગે અને પોતાને કયારેય નાના પણ ન સમજે.

બસ આપણાં સમાજમાં આવા લોકોની જ જરૂર છે કે જે ગરીબને પણ માણસ સમજે અને મનમાં એવો વહેમ પણ ન રાખે કે મારે કોઈની જરૂર નથી. જરૂર તો ધૂળની પણ પડી શકે છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top